સૂરા મુલ્ક ગુજરાતી અનુવાદ સાથે
সুরা আল-মুলক (কুরআনের 67তম সূরা), যা প্রায়শই “রাজত্ব” (The Sovereignty) নামে পরিচিত, এটি একটি গভীর সূরা যা তার আধ্যাত্মিক সুরক্ষা এবং দিভ্য জ্ঞান জন্য শ্রদ্ধেয়। এটি কিয়ামতের দিনে এর পাঠককের জন্য সুপারিশ করতে এবং মুমিনদের কবরে শাস্তি থেকে রক্ষা করতে পরিচিত, এই সূরা লক্ষ লক্ষ মানুষের জন্য একটি রাত্রিকালীন আশ্রয়।
কিন্তু এর বার্তা বোঝা এর বরকত খোলার চাবিকাঠি। যারা আরবি ভাষায় পারদর্শী নন, তাদের জন্য এর অর্থ পৌঁছানো তিলাওয়াতকে একটি আনুষ্ঠানিক আচার থেকে হৃদয়গ্রাহী চিন্তাভাবনায় রূপান্তরিত করতে পারে।
| વિગત | માહિતી |
|---|---|
સુરા નામ | મુલ્ક |
પ્રકરણ નંબર | 67 |
શ્લોકોની સંખ્યા | 30 |
પ્રકટીકરણનું સ્થળ | મક્કા |
જુઝ (પેરા) નંબર | 29 |
કી થીમ્સ | સાર્વભૌમત્વ, જવાબદારી, સર્જન પર ચિંતન |
શબ્દો | 337 |
પત્રો | 1332 |
| રુકુસ | 2 |
સુરા મુલ્કનો ગુજરાતી અનુવાદ
[su_box title=”بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]અલ્લાહના નામે, જે પરમ કૃપાળુ, ખાસ કરીને દયાળુ છે.[/su_box]
[su_box title=”تَبَٰرَكَ ٱلَّذِي بِيَدِهِ ٱلۡمُلۡكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ખુબ જ બરકતવાળો છે તે (અલ્લાહ) જેના હાથમાં સલ્તનત છે. અને જે દરેક વસ્તુઓ પર શક્તિમાન છે –[/su_box]
[su_box title=”ٱلَّذِي خَلَقَ ٱلۡمَوۡتَ وَٱلۡحَيَوٰةَ لِيَبۡلُوَكُمۡ أَيُّكُمۡ أَحۡسَنُ عَمَلٗاۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفُورُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]જેણે મૃત્યુ અને જીવનને તે માટે પેદા કર્યુ કે તમારી કસોટી કરે, કે તમારા માંથી કોણ સારા કાર્યો કરે છે. અને તે સર્વોપરી (અને) ક્ષમા કરનાર છે – [/su_box]
[su_box title=”ٱلَّذِي خَلَقَ سَبۡعَ سَمَٰوَٰتٖ طِبَاقٗاۖ مَّا تَرَىٰ فِي خَلۡقِ ٱلرَّحۡمَٰنِ مِن تَفَٰوُتٖۖ فَٱرۡجِعِ ٱلۡبَصَرَ هَلۡ تَرَىٰ مِن فُطُورٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, (તો એ જોવાવાળા) અલ્લાહ કૃપાળુ ના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુએ, ફરીવાર (નજર થમાવીને) જોઇ લે શું કોઇ તિરાડ પણ દેખાઇ છે [/su_box]
[su_box title=”ثُمَّ ٱرۡجِعِ ٱلۡبَصَرَ كَرَّتَيۡنِ يَنقَلِبۡ إِلَيۡكَ ٱلۡبَصَرُ خَاسِئٗا وَهُوَ حَسِيرٞ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ફરીવાર બે બે વખત જોઇ લે, તારી નજર તારી તરફ અપમાનિત (અને લાચાર) થઇને થાકીને પાછી ફરશે [/su_box]
[su_box title=”وَلَقَدۡ زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنۡيَا بِمَصَٰبِيحَ وَجَعَلۡنَٰهَا رُجُومٗا لِّلشَّيَٰطِينِۖ وَأَعۡتَدۡنَا لَهُمۡ عَذَابَ ٱلسَّعِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેમને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ અને શૈતાનો માટે અમે (જહન્નમની સળગાવી દેનારી) યાતના તૈયાર કરી દીધી [/su_box]
[su_box title=”وَلِلَّذِينَ كَفَرُواْ بِرَبِّهِمۡ عَذَابُ جَهَنَّمَۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]અને પોતાના પાલનહારનો ઇન્કાર કરનારાઓ માટે જહન્નમની યાતના છે અને તે કેટલી ખરાબ જગ્યા છે [/su_box]
[su_box title=”إِذَآ أُلۡقُواْ فِيهَا سَمِعُواْ لَهَا شَهِيقٗا وَهِيَ تَفُورُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]જ્યારે તેમાં તેઓ નાખવામાં આવશે તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે [/su_box]
[su_box title=”تَكَادُ تَمَيَّزُ مِنَ ٱلۡغَيۡظِۖ كُلَّمَآ أُلۡقِيَ فِيهَا فَوۡجٞ سَأَلَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ نَذِيرٞ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]નજીક છે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તેનાથી જહન્નમના રખેવાળો સવાલ કરશે કે શું તમારી પાસે ખબરદાર કરનાર કોઇ નહતો આવ્યો [/su_box]
[su_box title=”قَالُواْ بَلَىٰ قَدۡ جَآءَنَا نَذِيرٞ فَكَذَّبۡنَا وَقُلۡنَا مَا نَزَّلَ ٱللَّهُ مِن شَيۡءٍ إِنۡ أَنتُمۡ إِلَّا فِي ضَلَٰلٖ كَبِيرٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]તે જવાબ આપશે કે કેમ નહી, આવ્યો હતો, પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે ખુબ જ મોટા ગેરમાર્ગે છો [/su_box]
[su_box title=”وَقَالُواْ لَوۡ كُنَّا نَسۡمَعُ أَوۡ نَعۡقِلُ مَا كُنَّا فِيٓ أَصۡحَٰبِ ٱلسَّعِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]અને કહેશે કે અગર અમે સાંભળતા હોત અથવા તો સમજ્યા હોત તો જહન્નમીઓમાં ન હોત [/su_box]
[su_box title=”فَٱعۡتَرَفُواْ بِذَنۢبِهِمۡ فَسُحۡقٗا لِّأَصۡحَٰبِ ٱلسَّعِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]બસ તેમણે પોતાનું પાપ સ્વીકારી લીધું, હવે આ જહન્નમીઓ દૂર થઇ જાવ [/su_box]
[su_box title=”إِنَّ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُم بِٱلۡغَيۡبِ لَهُم مَّغۡفِرَةٞ وَأَجۡرٞ كَبِيرٞ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિનાદેખે ડરતા રહે છે તેમના માટે ક્ષમા છે અને ભવ્ય સવાબ છે [/su_box]
[su_box title=”وَأَسِرُّواْ قَوۡلَكُمۡ أَوِ ٱجۡهَرُواْ بِهِۦٓۖ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]તમે પોતાની વાતોને છુપાવો અથવા તો જાહેર કરો, તે તો હૃદયોના ભેદોને પણ ખુબ જ સારી રીતે જાણે છે [/su_box]
[su_box title=”أَلَا يَعۡلَمُ مَنۡ خَلَقَ وَهُوَ ٱللَّطِيفُ ٱلۡخَبِيرُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]શું તે જ ન જાણે, જેણે સર્જન કર્યુ ? ફરી તે ખૂબ જ જાણકાર છે [/su_box]
[su_box title=”هُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ ذَلُولٗا فَٱمۡشُواْ فِي مَنَاكِبِهَا وَكُلُواْ مِن رِّزۡقِهِۦۖ وَإِلَيۡهِ ٱلنُّشُورُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]તે હસ્તી જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજીમાં થી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ ઉભુ થવાનું છે [/su_box]
[su_box title=”ءَأَمِنتُم مَّن فِي ٱلسَّمَآءِ أَن يَخۡسِفَ بِكُمُ ٱلۡأَرۡضَ فَإِذَا هِيَ تَمُورُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]શું તમે એ વાતથી પણ નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય [/su_box]
[su_box title=”أَمۡ أَمِنتُم مَّن فِي ٱلسَّمَآءِ أَن يُرۡسِلَ عَلَيۡكُمۡ حَاصِبٗاۖ فَسَتَعۡلَمُونَ كَيۡفَ نَذِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]અથવા શું તમે આ વાતથી નિર્ભય થઇ ગયા છો કે આકાશોવાળો તમારા પર પથ્થર વરસાવી દે, પછી તો તમને ખબર પડી જ જશે કે મારી ચેતવણી કેવી હતી [/su_box]
[su_box title=”وَلَقَدۡ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَكَيۡفَ كَانَ نَكِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]અને તેમનાથી પહેલાના લોકોએ પણ જુઠલાવ્યુ, તો તેમના પર નજર દોડાવો કે મારી પકડ કેવી સખત થઇ [/su_box]
[su_box title=”أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلطَّيۡرِ فَوۡقَهُمۡ صَـٰٓفَّـٰتٖ وَيَقۡبِضۡنَۚ مَا يُمۡسِكُهُنَّ إِلَّا ٱلرَّحۡمَٰنُۚ إِنَّهُۥ بِكُلِّ شَيۡءِۭ بَصِيرٌ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]શું આ લોકો પોતાના ઉપર ફેલાયેલા અને (કયારેક) સમેટાયેલા (ઉડતા) પંખીઓ ને નથી જોતા, તેમને (અલ્લાહ) કૃપાળુ એ જ (હવા અને વાતાવરણમાં) ટકાવી રાખ્યા છે, નિ:શંક દરેક વસ્તુ તેની દેખરેખ હેઠળ છે [/su_box]
[su_box title=”أَمَّنۡ هَٰذَا ٱلَّذِي هُوَ جُندٞ لَّكُمۡ يَنصُرُكُم مِّن دُونِ ٱلرَّحۡمَٰنِۚ إِنِ ٱلۡكَٰفِرُونَ إِلَّا فِي غُرُورٍ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]સિવાય અલ્લાહના તમારૂ તે કેવું લશ્કર છે, જે તમારી મદદ કરી શકે, ઇન્કારીઓ તો ખરેખર ધોકામાં જ છે [/su_box]
[su_box title=”أَمَّنۡ هَٰذَا ٱلَّذِي يَرۡزُقُكُمۡ إِنۡ أَمۡسَكَ رِزۡقَهُۥۚ بَل لَّجُّواْ فِي عُتُوّٖ وَنُفُورٍ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]અગર અલ્લાહ તઆલા તમારી રોજી રોકી લે તો બતાઓ કોણ છે જે તમને ફરી રોજી આપશે ? પરંતુ (ઇન્કારીઓ) તો વિદ્રોહ અને વિમુખતા પર હઠે ચઢી ગયા છે [/su_box]
[su_box title=”أَفَمَن يَمۡشِي مُكِبًّا عَلَىٰ وَجۡهِهِۦٓ أَهۡدَىٰٓ أَمَّن يَمۡشِي سَوِيًّا عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]હાં, તે વ્યક્તિ વધુ સત્યના માર્ગ ઉપર છે જે ઊંધું ઘાલીને ચાલી રહ્યો છે, અથવા તો તે જે સત્યના માર્ગને પારખીને સીધો ચાલતો હોય [/su_box]
[su_box title=”قُلۡ هُوَ ٱلَّذِيٓ أَنشَأَكُمۡ وَجَعَلَ لَكُمُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَٱلۡأَفۡـِٔدَةَۚ قَلِيلٗا مَّا تَشۡكُرُونَ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]કહી દો ! કે તે જ (અલ્લાહ) છે જેણે તમારૂ સર્જન કર્યુ અને તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા, તમે ખુબ જ ઓછો આભાર માનો છો [/su_box]
[su_box title=”قُلۡ هُوَ ٱلَّذِي ذَرَأَكُمۡ فِي ٱلۡأَرۡضِ وَإِلَيۡهِ تُحۡشَرُونَ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]કહી દો ! કે તે જ છે જેણે તમને ધરતી પર ફેલાવી દીધા અને જેની તરફ તમને એકઠા કરવામાં આવશે [/su_box]
[su_box title=”وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلۡوَعۡدُ إِن كُنتُمۡ صَٰدِقِينَ” box_color=”#E4E4E4″ title_color=”#000000″](ઇન્કારીઓ) સવાલ કરે છે કે તે વચન ક્યારે થશે, અગર તમે સાચા હોય (તો બતાવો) [/su_box]
[su_box title=”قُلۡ إِنَّمَا ٱلۡعِلۡمُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٞ مُّبِينٞ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]તમે કહી દો ! કે તેનું જ્ઞાન તો અલ્લાહને જ છે, હું તો ફકત સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું [/su_box]
[su_box title=”فَلَمَّا رَأَوۡهُ زُلۡفَةٗ سِيٓـَٔتۡ وُجُوهُ ٱلَّذِينَ كَفَرُواْ وَقِيلَ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تَدَّعُونَ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]જ્યારે આ લોકો તે વચનને નજીક જોઇ લેશે તે વખતે તે ઇન્કારીઓના મુખ બગડી જશે અને કહી દેવામાં આવશે કે આ જ છે જેની તમે ઇચ્છા કરતા હતા [/su_box]
[su_box title=”قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَهۡلَكَنِيَ ٱللَّهُ وَمَن مَّعِيَ أَوۡ رَحِمَنَا فَمَن يُجِيرُ ٱلۡكَٰفِرِينَ مِنۡ عَذَابٍ أَلِيمٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]તમે કહી દો! અગર મને અને મારા સાથીઓને અલ્લાહ તઆલા નષ્ટ કરી દે, અથવા અમારા પર દયા કરે, (બન્ને પરિસ્થિતીઓમાં એવું તો બતાવો) કે ઇન્કારીઓને દુ:ખદાયી યાતનાથી કોણ બચાવશે [/su_box]
[su_box title=”قُلۡ هُوَ ٱلرَّحۡمَٰنُ ءَامَنَّا بِهِۦ وَعَلَيۡهِ تَوَكَّلۡنَاۖ فَسَتَعۡلَمُونَ مَنۡ هُوَ فِي ضَلَٰلٖ مُّبِينٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]તમે કહી દો ! કે તે જ કૃપાળુ છે. અમે તો તેના પર ઇમાન લાવી ચુકયા અને તેના પર જ અમારો વિશ્ર્વાસ છે. તમને નજીકમાં જ ખબર પડી જશે કે નરી પથભ્રષ્ટતામાં કોણ છે [/su_box]
[su_box title=”قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَصۡبَحَ مَآؤُكُمۡ غَوۡرٗا فَمَن يَأۡتِيكُم بِمَآءٖ مَّعِينِۭ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]તમે કહી દો ! હા એ તો બતાવો કે જો તમારૂ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે જે તમારા માટે વહેતું પાણી લાવે [/su_box]
અરબી + ગુજરાતી સૂરા મુલ્ક અનુવાદ
સુરા મુલ્ક ગુજરાતી અનુવાદ વિડિઓ
સુરા મુલ્કના અનુવાદનું મહત્વ
પ્રવેશયોગ્યતા: અદિ-અરબી ભાષી લોકો તેની ગહન વિધિઓ (અલ્લાહની સત્તા, જવાબદારી અને કૃપા)ને સમજવામાં સહાય કરે છે.
ચિંતન (તદબ્બુર): કુરઆનની આદેશને પૂર્ણ કરે છે “અની વાતો પર વિચારો” (કુરઆન 38:29) અને અર્થને સ્પષ્ટ કરે છે.
આধ্যાત્મિક જોડાણ: પૂજા કરવામાં ઊંડાણ લાવે છે, શ્રદ્ધાપૂર્વક કટોકટીથી પઠનને હૃદયસ્પર્શી સંલગ્નતામાં રૂપાંતરિત કરે છે.
વિશ્વવ્યાપી માર્ગદર્શન: ભાષાકીય અડચણોને દૂર કરે છે, અને તેની રક્ષાત્મક અને નૈતિક પાઠો વૈશ્વિક સ્તરે પ્રસાર કરે છે.
શૈક્ષણિક સાધન: શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નવા મુસલમાનોને વ્યક્તિગત વિકાસ અને શિક્ષણ માટે તેનો સંદેશો સમજવામાં મદદ કરે છે.
નિષ્કર્ષ
સૂરા મુલ્ક એ દૈવી રક્ષણ છે, જે માનેતા લોકોનો આલ્હાહની સત્તા ઓળખવામાં, પરલોક માટે તૈયારી કરવા અને યોગ્ય રીતે જીવવા માટે ઉત્સાહિત કરે છે. તેનો અનુવાદ આ શાશ્વત સત્યઓ સુધી પહોંચવા માટેનું દ્વાર ખોલે છે, જે વિશ્વભરના મુસલમાનોએ તેના જીવન-પરિવર્તનકારી સંદેશાને ગહન રીતે જોડાવાની શક્તિ આપે છે. તેની આયતોને સમજીને, આપણે રાતની તિલાવતને માર્ગદર્શન, સંરક્ષણ અને આત્યાત્મિક ઉંચાઇના સ્ત્રોતમાં રૂપાંતરિત કરી શકાય છે.
“કહો, ‘તે શ્રેષ્ઠ કરૂણાવાન છે; અમે તેના પર વિશ્વાસ મૂક્યો છે, અને અમે તેના પર નિર્ભર છીએ.'” (કુરઆન 67:29)
